← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભૂલી ગયા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દોડમાં સૌ રાતદિન, ને ચાલવું ભૂલી ગયા,
ને દલીલો શીખવામાં બોલવું ભૂલી ગયા.

લાખ તાળાંની ધરી ચાવી ફરીએ ગામમાં,
બારણું મનનું કદી પણ ખોલવું ભૂલી ગયા.

ફ્લેટમાં ના હિંચકો, ને ડાળ પણ ક્યાં ઝાડની?
બાળકો ફોને રમે, ને ઝૂલવું ભૂલી ગયા.

ગામમાં મેળો ભરાયો, ફોનમાં સૌ ગુમ થયા,
લોક ફોટા પાડવામાં મ્હાલવું ભૂલી ગયા.

આ પરાગે પ્રેમમાં ગણતર કદી રાખ્યું નહીં,
ત્રાજવામાં જાત મૂકી, તોલવું ભૂલી ગયા.

– પરાગ રતનપરા

#ગઝલ #આધુનિકજીવન #બાળપણ #મોબાઇલ #પ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #ModernLife #LostChildhood #ScreenAddiction #SelflessLove #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખપગલાં પડેઆગલો લેખ →ભભૂતિ