ભીતરે
કોઈ ઝીણો દીવડો ટમટમ બળે છે ભીતરે,
ઘર ભલે અંધારમાં, પણ ઝળહળે છે ભીતરે.
તીર્થમાં શોધ્યો બધે ને દેવળે દેવળ ગયો,
એ ખુદા તો શ્વાસના રસ્તે મળે છે ભીતરે.
બ્હારની આ ભીડમાં હું એકલો ઊભો રહું,
ને સ્મરણનો મેળ આખો ખળભળે છે ભીતરે.
આંસુઓ પાંપણ સુધી આવી અટકતાં હોય છે,
ને પછી જે ના ખરે, એ પીગળે છે ભીતરે.
શબ્દ મૂક્યા છે ગઝલમાં કાગળે તો, પણ ‘પરાગ’,
અર્થ આખો મૌનના ખોળે ફળે છે ભીતરે.
– પરાગ રતનપરા
#ગઝલ #ભીતર #આત્મખોજ #અંતરનોદીવો #મૌન #પરાગરતનપરા
#GujaratiGhazal #InnerLight #SelfDiscovery #Silence #Spirituality #ParagRatanpara