← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભીતરે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આંખ મીંચું ત્યાં જ તું તો ભીતરે નિત ઝળહળે,
રોજ ઊઘડતું કમળ જે અંતરે નિત ઝળહળે.

બા ભલે દેખી શકે ના, દીકરો આવે તદા
સાંભળી પગરવ, હરખથી ઉંબરે નિત ઝળહળે.

જન્મથી જે કેદ છે, એ સ્વપ્નમાં ઊડે સદા,
આભ એના સ્વપ્નમાં, ના પાંજરે નિત ઝળહળે.

શિલ્પકારે આંખ મીંચી ધ્યાન ધરિયું એક પળ,
જે હજી ઘડવી રહી, એ પથ્થરે નિત ઝળહળે.

આ પરાગે બંધ આંખે ડોકિયું કીધું જરા,
બુંદ થઈને હું સમાયો, સાગરે નિત ઝળહળે.

– પરાગ રતનપરા

#ગઝલ #અંતર્દૃષ્ટિ #ધ્યાન #સૂફી #આંતરિકસૌંદર્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #InnerVision #Meditation #Sufi #InnerBeauty #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખનંબર ડિલીટઆગલો લેખ →મન-કમાડ