ભીનું ગીત
કોઈ ભીનું ગીત ગાતો આંગણે વરસાદ છે,
ઓસરીમાં એક ભીંજાતી પુરાણી યાદ છે.
ધૂળમાંથી મ્હેક ઊઠી ને હૃદય ભીનું થયું,
આ ધરા ને આભ વચ્ચે ક્યાં હવે વિખવાદ છે?
કાગળોની નાવ સાથે બાળપણ ડૂબી ગયું,
ને છતાં ખાબોચિયાં પર કૂદવા ઉન્માદ છે.
હું ઝરૂખે એકલો ને આભ આખું ગાજતું,
એ જ તારી ચૂપકીનો આ ગગનમાં સાદ છે.
વાદળો વરસી ગયાં ને થઈ ગયાં હળવાં, ‘પરાગ’,
આપવામાં જે મજા છે, એ જ તો પરસાદ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #વરસાદ #પહેલોવરસાદ #બાળપણ #ભીનીયાદ #પરાગરતનપરા
#GujaratiGhazal #MonsoonPoetry #FirstRain #ChildhoodMemories #JoyOfGiving #ParagRatanpara