ભાજી
હવે થાળમાં માત્ર ભાજી રહી,
ન મીઠાઈ, ના જીભ રાજી રહી.
જલેબી, ગયા ફાફડા, ચેવડો,
ક્ષુધા સાંજ લગ સાવ તાજી રહી.
પડોશે તળાતા પકોડા, અને
ભલે સંયમી, જીભ પાજી રહી.
કહે વજન કાંટો: ‘ન ઘટશે કદી’,
છતાં રોજની એ જ બાજી રહી.
ઘણાં વ્રત પરાગે ઉપાડ્યાં, છતાં
ભલે જીભ ‘ના’, ભૂખ ‘હાજી’ રહી.
– પરાગ રતનપરા
#ગઝલ #હાસ્ય #ડાયટ #ભૂખ #વજન #પરાગરતનપરા
#GujaratiGhazal #Humour #Diet #Hunger #WeightLoss #ParagRatanpara