બસ છે મને
આખું ગગન ના જોઈએ, થોડી ખુશી બસ છે મને,
સાગર ભલે તારો રહે, મીઠી નદી બસ છે મને.
ઊંચી ઇમારત, ઝૂમરો, ઝાઝા ઝરૂખા રાખ તું,
જ્યાં બાળપણ દોડ્યું હતું, નાની ગલી બસ છે મને.
આખુંય જીવન ઝળહળે, લાંબું ભલે ને હો ઘણું,
માની કને બેસી વિતાવી એ ઘડી બસ છે મને.
ભેગી કરી દોલત ઘણી, પણ ઊંઘ ના આવી કદી,
ખાટે પડે ને ઊંઘ આવે, એ જરી બસ છે મને.
ઝાઝાં ગુલાબો બાગમાં ખીલે ભલે, બોલ્યો ‘પરાગ’,
મ્હેકે ભલે ઓછું, છતાં એવી કળી બસ છે મને.
– પરાગ રતનપરા
#ગઝલ #સંતોષ #સાદગી #મા #નાનુંસુખ #પરાગરતનપરા
#GujaratiGhazal #Simplicity #Contentment #LessIsMore #SmallJoys #ParagRatanpara