← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બપોરે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ધખે ધૂળ, ઝાડે નમેલી બપોરે,
નથી કોઈ ઘરમાં, તપેલી બપોરે.

ઝરૂખે કબૂતર કરે ગુટરગૂ, ને
નમી ઊંઘમાં આ હવેલી બપોરે.

નદીતીર ઊભી ભરી બેડલાં, ને
સખીને સતાવે સહેલી બપોરે.

ગયા દીકરા દૂર, ને પૌત્ર શાળે,
હવે ખાટલે મા અકેલી બપોરે.

પરાગે લખી છાંયડા પર ગઝલ, ને
મળી મ્હેક એની પહેલી બપોરે.

– પરાગ રતનપરા

#ગઝલ #બપોર #ઉનાળો #ગામ #એકલવાયીમા #પરાગરતનપરા
#GujaratiGhazal #SummerAfternoon #VillageLife #LonelyMother #Stillness #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઓનલાઇનઆગલો લેખ →મૌન