બહાર
ડાળ પર કૂંપળ હસે છે, ને પવન લાવ્યો બહાર,
પાનખરથી ડાળ લાવી’તી ખરેખર તો ઉધાર.
પાન પીળું થઈ ખરે, ત્યારે જ કૂંપળને જગા,
ત્યાગ પણ છે વૃક્ષનો સૌથી અનોખો આ નિખાર.
વાળ ધોળા થઈ ગયા, દાદી હજી ગાતી રહી,
પાનખરમાં પણ વગાડે એ વસંતી કો સિતાર.
શ્હેરમાં આવી વસંતી સેલ, સૌ દોડી ગયા,
પ્લાસ્ટિકી ફૂલો ધરીને ગાજતું આખું બજાર.
આ ‘પરાગે’ બેઉ ઋતુને એક સરખી સાચવી,
ખીલવું, ખરવું — બને છે જિંદગીનો એક સાર.
– પરાગ રતનપરા
#ગઝલ #વસંત #પાનખર #ત્યાગ #ઋતુચક્ર #પરાગરતનપરા
#GujaratiGhazal #Spring #Autumn #CycleOfLife #GraceOfLettingGo #ParagRatanpara