← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બારી પાછળ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ટોળું આવ્યું
ત્યારે
મેં બારી બંધ કરી —
મારે શું?

ટોળું ગયું
ત્યારે
મેં બારી ખોલી:
રસ્તા પર
કાચ,
ચંપલ,
ને એક બાળકની
લાલ પાણીની બોટલ.

બીજે દિવસે
છાપામાં લખ્યું:
‘અજાણ્યા ટોળાએ…’

હું અજાણ્યો નહોતો.
ટોળામાં નહોતો,
પણ
બારી પાછળ
હું ય
એક ટોળું જ હતો —
એક જણનું,
ચૂપ.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખહવેઆગલો લેખ →બળે