બાપુ
તમારી જ તસવીર નોટે ગમે, બાપુ,
ચડે હાર, નેતા બધા ત્યાં નમે, બાપુ.
તમે સત્ય કીધું, અહિંસા કહી, પણ
હવે જૂઠ-હિંસા થકી સૌ રમે, બાપુ.
દિવસભર ઉપોષણ કરે મંચ પર જે,
અરે, સાંજ પડતાં ઘરે જઈ જમે, બાપુ.
તમારાં ગરીબો હજી ત્યાં જ ઊભાં,
હજી ભૂખ ને ટાઢ એ સૌ ખમે, બાપુ.
પરાગે ધરી ફૂલ-માળા ચરણમાં,
તમારા વચનથી જ ઝઘડા શમે, બાપુ.
– પરાગ રતનપરા
#ગઝલ #ગાંધીજી #વ્યંગ #રાજકારણ #સત્યઅહિંસા #પરાગરતનપરા
#GujaratiGhazal #Gandhi #PoliticalSatire #TruthAndNonviolence #Bapu #ParagRatanpara