બાળપણનું ચિત્ર
નોટના એ પાનમાં ઘર, સૂર્ય ને બે ઝાડ છે,
ચીતરેલી એક કેડી, બારણું ને વાડ છે.
મીણના રંગે નદી મેં ચીતરી'તી નીલરંગ,
આજ સાચી એ નદી પર તારની બસ વાડ છે.
સૂર્યને મોઢું હતું, ને આંખ, ને મૂછો હતી,
આજનો સૂરજ જુઓ, ધુમ્મસ ભરી કો ધાડ છે.
ચિત્રમાં મા પણ હતી, ને ચાંદલો મોટો હતો,
આજ પણ એ ચાંદલાનું આ હૃદયને લાડ છે.
આ પરાગે આજ એ ચિત્રો ફરી દોર્યાં, અને
બારણે ઊભું નથી કો, મૌનની બસ આડ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #બાળપણ #ચિત્ર #મા #સ્મૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #ChildhoodDrawing #Innocence #Mother #LostWorld #ParagRatanpara