બાળક
દાદાજી
હવે બાળક થઈ ગયા છે.
જમતાં જમતાં
ખમીસ પર દાળ ઢોળે,
દવા ન પીવા માટે
રિસાય,
ને રાતે
લાઇટ ચાલુ રાખીને જ સૂએ.
હું એમને
એ જ રીતે સમજાવું છું
જે રીતે
એક જમાનામાં
એમણે મને સમજાવ્યો હતો.
ફરક એટલો જ —
હું રોજ થોડો
મોટો થતો ગયો હતો;
આ બાળક
રોજ થોડુંક
નાનું થતું જાય છે.
– પરાગ રતનપરા