અરીસો
કશું પણ કહે ના, ન બોલે અરીસો,
છતાં ભેદ સઘળા ય ખોલે અરીસો.
કરી દીકરીને વિદા, ત્યારથી તો
હજી ચાંદલો એ ટટોલે અરીસો.
નથી ત્રાજવું પાસ, તોયે સવારે
મને રોજ પૂરો જ તોલે અરીસો.
હવે ફોનમાં સૌ સજે છે, બિચારો
અનાથો સમો આજ ડોલે અરીસો.
પરાગે ઉતાર્યાં બધાં આવરણ, ને
ફરી પડ પછી પડ જ ફોલે અરીસો.
– પરાગ રતનપરા
#ગઝલ #અરીસો #સત્ય #દીકરી #આત્મખોજ #પરાગરતનપરા
#GujaratiGhazal #Mirror #Truth #DaughtersFarewell #SelfDiscovery #ParagRatanpara