અલગ
છોડવું પડશે બધાને એક દી’ તનથી અલગ,
તો પ્રથમ શીખી લઉં હું જીવવું મનથી અલગ.
દીકરો પરદેશ ઊડ્યો, ઓરડો સૂનો થયો,
પાંખ આવી, તો થવું પડતું જ છે ઘરથી અલગ.
વાદળે છોડ્યું જ ટીપું, તો ધરા લીલી બની,
છૂટવામાં પણ મજા છે, થઈ જવું ઘનથી અલગ.
ઊંઘમાં પણ હાથ શોધે ફોન, ઓશીકા તળે,
ફોનથી જોડાયલો, પણ થઈ ગયો જનથી અલગ.
આ ‘પરાગે’ ફૂલ જોયું, ને સુગંધી ઊડતી,
તોય એ ક્યાં થઈ શકી છે ફૂલના ધનથી અલગ?
– પરાગ રતનપરા
#ગઝલ #વિયોગ #અનાસક્તિ #વિદેશ #જીવનદર્શન #પરાગરતનપરા
#GujaratiGhazal #Separation #Detachment #Diaspora #PhilosophyOfLife #ParagRatanpara