← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અજવાળ તું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઓરડે દીવો કરું તો, સૌ પ્રથમ મુજ બાળ તું,
ભીતરે અંધાર ઘેરો છે, જરા સંભાળ તું.

આપણી વચ્ચે અહમની ભીંત ઊંચી છે હજી,
આ તરફથી હું ગળું, તે પારથી ઓગાળ તું.

શબ્દ મારા સાવ ખાલી, શ્વાસ પણ મળ્યા ઉધાર,
અર્થ તું, ને સૂર તું, ને ગીતનો આ ઢાળ તું.

કેટલાયે જન્મ વીત્યા એક પળને પામવા,
આજ એ પળ દ્વાર ઊભી, ક્યાંય ના દે ભાળ તું.

તેલ તારું, વાટ તારી, ને પરાગે તો શિખા,
ફૂંક મારી ઠાર કે એ ફૂંકથી અજવાળ તું.

– પરાગ રતનપરા

#ગઝલ #દીવો #સમર્પણ #અહમ #આધ્યાત્મ #પરાગરતનપરા
#GujaratiGhazal #InnerLamp #Surrender #Ego #Spirituality #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખચોકમાંઆગલો લેખ →આઇસ્ક્રીમવાળો