અહમ
બધાં ઘર ઉજાડે, ઉતારો અહમ,
સમજતો નથી કૈં ઇશારો અહમ.
ઘરે મૌન બેઠું, ઘણા દી થયા,
કહે કોણ ‘સોરી’? નઠારો અહમ.
નથી ઘર, નથી અન્ન, તોયે ખડો,
ગરીબી મહીં બસ સહારો અહમ.
નદી જાય સાગર મહીં ઓગળી,
અમે ક્યાં? અમારો કિનારો અહમ.
પરાગે લખી’તી ગઝલ ‘હું’ વગર,
છતાં નામ દેખાય, મારો અહમ!
– પરાગ રતનપરા
#ગઝલ #અહમ #અહંકાર #સંબંધ #સૂફી #પરાગરતનપરા
#GujaratiGhazal #Ego #Pride #Relationships #SufiThought #ParagRatanpara