← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અડધો છું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નગરમાં નોકરી કરતો, હૃદયથી ગામ અડધો છું,
સવારે ‘હાય’, ‘હેલો’ ને પછી ‘જય રામ’ અડધો છું.

હતો ‘ધનજી’, થયો ‘ડૅની’, કહે છે સૌ મને ‘ડૅની’,
નથી આખો કશે હું, બે ય નામે નામ અડધો છું.

ભલે રવિવાર હો, તો પણ ઘરેથી ‘લૉગ-ઇન’ કરવું,
ન આરામે, ન ઓફિસમાં, બધે બસ ઠામ અડધો છું.

નમન કરતાં ય સેલ્ફીઓ, ભજનમાં રીલને લાઇક,
ન મીરાં છું, ન નરસૈયો, ભજું છું શ્યામ, અડધો છું.

પરાગે ડાળ છોડી, ફૂલ છોડ્યું, વાયરે ઊડ્યો,
નવે ફૂલે ન બેઠો હું, સફર-અંજામ અડધો છું.

– પરાગ રતનપરા

#ગઝલ #ઓળખ #ગામઅનેશહેર #આધુનિકજીવન #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #HalfAndHalf #Identity #VillageVsCity #ModernLife #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખખાનગીઆગલો લેખ →પ્રતીક્ષાની સાડી