← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આયનો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઓરડામાં ભીંત પર છે એ પુરાણો આયનો,
રોજ જોતો હું, છતાં મુજથી અજાણો આયનો.

હું જવાનીમાં સજીને જાત પર ઘેલો હતો,
મૌન થઈને મલકતો, કેવો સયાણો આયનો!

ગામ ગ્યો વર્ષો પછી, ને ઓળખે ના કોઈ ત્યાં,
ધૂળમાં ઢાંક્યો, છતાં બોલ્યો: ‘પિછાણો?’ આયનો.

ફોન ફિલ્ટર લઈ કહે સૌને: ‘તમે સુંદર ઘણા,’
એક સાચો, ના કરે ખોટા વખાણો, આયનો.

આ પરાગે જાતને શોધી, મળી ના એ કશે,
આખરે બાકી હતો બસ એ ઉખાણો આયનો.

– પરાગ રતનપરા

#ગઝલ #આયનો #ઓળખ #સત્ય #આત્મખોજ #પરાગરતનપરા
#GujaratiGhazal #Mirror #Identity #HonestReflection #SelfDiscovery #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખગુરુ કુંભારઆગલો લેખ →વતન