આવ્યું આખરે
ગ્રંથ ગોખ્યા, ઢોલ પીટ્યા, ભાન આવ્યું આખરે,
હું ન જાણું કાંઈ, એવું જ્ઞાન આવ્યું આખરે.
રોજ બોલ્યો મંચ પરથી, ખૂબ તાળીઓ મળી,
એક ભોળો પ્રશ્ન સુણતાં ધ્યાન આવ્યું આખરે.
મેઘની ભાષા ઉકેલે ખેતરે ઊભો ધણી,
ને ભણેલા નગરને તોફાન આવ્યું આખરે.
મા નથી વાંચી શકી, પણ વાંચતી મારી નજર,
એ જ પળ મુજને અભણનું માન આવ્યું આખરે.
શબ્દનાં શિખરો ચડીને ટોચ પર બેઠો પરાગ,
પાંદડી ખરતાં જ સાચું સ્થાન આવ્યું આખરે.
– પરાગ રતનપરા
#ગઝલ #જ્ઞાન #નમ્રતા #મા #અહંકાર #પરાગરતનપરા
#GujaratiGhazal #Humility #TrueKnowledge #Wisdom #MothersGaze #ParagRatanpara