આંસુઓ
આંખ ભીની છે, ન પૂછો, આ ખુશીનાં આંસુઓ,
બારણે ઊભા પિતા ને દીકરીનાં આંસુઓ.
બા રસોડે રોજ રડતી, કોઈ ના પૂછે કશું,
એ કહે, ‘આ તો બધાં છે ડુંગળીનાં આંસુઓ.’
ભીંત પરથી બાપુજી હસતા રહે છે રાતદિન,
રોજ લૂછે મા સવારે, એ છબીનાં આંસુઓ.
સ્ટેશને બે પળ મિલન, ને વર્ષભરનો છે વિરહ,
હાથ હાલ્યા, ને પછી બસ એ ઘડીનાં આંસુઓ.
આ પરાગે ભોર ટાણે ઘાસ પર ઝાકળ હતું,
કોણ જાણે રાતભરનાં એ કળીનાં આંસુઓ.
– પરાગ રતનપરા
#ગઝલ #આંસુ #દીકરીનીવિદાય #મા #સ્મૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Tears #DaughtersFarewell #MothersKitchen #Memories #ParagRatanpara