← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આંસુ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આંસુ
નાનકડો દરિયો છે.

એમાં પણ
ખારાશ છે,
ભરતી છે,
ઓટ છે,
ને ક્યારેક
ડૂબી ગયેલાં વહાણો.

ફરક એટલો જ —
દરિયામાંથી
વાદળ ઊઠે છે,
ને આંસુમાંથી
કોઈ હાથ.

મારા ગાલ પરથી
એક આંસુ સરતું હતું,
એ પહેલાં
એક નાની આંગળી આવી —
મારી દીકરીની —
ને દરિયો
આખેઆખો
ઝીલી લીધો.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઆંખમાંઆગલો લેખ →તારે ઘેર દિવાળી?