← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આંગળી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હું ચાલતાં શીખ્યો
ત્યારે
બાપુની એક આંગળી
મારી આખી મુઠ્ઠીમાં સમાતી નહોતી.

એ આંગળી પકડીને
હું મેળો ચાલ્યો,
નિશાળ ચાલ્યો,
સ્ટેશન સુધી ચાલ્યો —
જ્યાંથી મારી ગાડી
શહેર ભણી ઊપડી.

આજે હૉસ્પિટલની લૉબીમાં
બાપુ ચાલતાં શીખે છે,
ને મારી એક આંગળી
એમની આખી મુઠ્ઠીમાં
સમાઈ જાય છે.

રસ્તો એનો એ જ છે,
માત્ર
આંગળી બદલાઈ ગઈ છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખછૂટા શેર ૮૦૧–૮૬૫આગલો લેખ →ઊતરી