← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આ વરસ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ના ચડે માથે હવે ક્યાંયે ઉધારી આ વરસ,
મ્હોરજો આંગણ મહીંની ફૂલ-ક્યારી આ વરસ.

દીકરીનું લગ્ન ઠેલ્યું’તું ગયે વરસે અમે,
ઢોલ વાગે, ગામ ગાજે, લો સવારી આ વરસ!

ખેતરે ડૂંડાં હસે, ને વાડ પર વેલા ચડે,
આંખમાં પાછી ભરાશે એ ખુમારી આ વરસ.

ગીરવે મૂકેલ ઝાંઝર છૂટશે બાનાં, અને
સાડલે જૂને ચડે નવલી કિનારી આ વરસ.

આ પરાગે આશનું વાવ્યું ફરી છે બીજ, ને
ઊતરે ચાંદો ફરી સૂની અટારી આ વરસ.

– પરાગ રતનપરા

#ગઝલ #નવુંવર્ષ #ખેડૂત #આશા #સંઘર્ષ #પરાગરતનપરા
#GujaratiGhazal #NewYearHope #FarmersLife #Struggle #RuralDreams #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઘર વેચાયુંઆગલો લેખ →માનો સાડલો