આ વખત
ધૂળની આંખે ભરાયો મેહ સારો આ વખત,
ને પ્રવાસી જેમ આવ્યો ઘેર પ્યારો આ વખત.
ગામ આખું તો પલળતું ગાજતું નાચ્યું હતું,
તોય મારો કેમ કોરો જીવ-ક્યારો આ વખત?
ખેડુએ વાવ્યું ભરોસે, બીજ ફૂટ્યાં હોંશથી,
ઢોર, ખેતર, ગામ સૌને છે સહારો આ વખત.
કાગળોની નાવડી તરતી રહી આ આંગણે,
સાગરો ડૂબ્યા ભલે, એ નાવ આરો આ વખત.
આ પરાગે શબ્દમાં ભીની સુગંધી છે ભરી,
ને ગઝલને આભનો મળ્યો ઇશારો આ વખત.
– પરાગ રતનપરા
#ગઝલ #વરસાદ #ચોમાસું #ખેડૂત #બાળપણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Monsoon #FirstRain #FarmersHope #PaperBoat #ParagRatanpara