આ કોણ છે?
ઝાકળ ઉપર પ્હેલું કિરણ થઈ ઝળહળે, આ કોણ છે?
ઝરણાં તણાં ગીતો બની જે ખળખળે, આ કોણ છે?
ડાળી ઉપર માળો હસે, ટહુકો ઝરે ને પાંખમાં
આકાશ થઈ સાગર બની જે સળવળે, આ કોણ છે?
મા ઊઠતી પ્હેલાં બધાં, ચૂલો કરે ને આંગણું,
એના હૃદયમાં દીપ થઈ જે ઝળઝળે, આ કોણ છે?
દાદી ભજન ગાતી હતી ને ખાટલે બેસી રહી,
માળા ફરે, હોઠો હલે, જે ટળવળે, આ કોણ છે?
ખીલી કળી, ખૂલ્યાં દલો, ને ત્યાં પછી ઊડ્યો પરાગ,
પવને ચડી આખા જગે જે ખળભળે, આ કોણ છે?
– પરાગ રતનપરા
#ગઝલ #પરોઢ #વિસ્મય #અધ્યાત્મ #પ્રકૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Dawn #Wonder #DivinePresence #Nature #ParagRatanpara